રશ્મિને બાદ કરતાં બધા બાળકો વર્ગમાં આવી ગયેલાં. સિલ્વેરાના મમ્મી એ આવી ગયેલાં બાળકોની સંખ્યા ગણી. તે પ્રમાણે તેમણે ડિશ તૈયાર કરી. તેમણે ડિશમાં ચટણીને બાદ કરતાં બધે વાનગી ગોઠવી દીધી. બધાં બાળકોની નજર ડિશમાંની લંબચોરસ વસ્તુ પર હતી. તેને કારણે મોઢમાં આવતું પાણી રોકવા બાળકો પ્રયત્ન કરતાં હતા. સિલ્વેરાના મમ્મીએ ચટણી ઉમેરતા જઈ બધાને એક પછી એક ડિશ આપી. એટલામાં નાના -નાના પગલાં ભરતો રશ્મિ આવ્યો. રશ્મિ ઉમેરાતા બાકોની સંખ્યા અઠ્ઠાવીસે પહોંચી. હવે બધાને નિરાંત થઇ કેમકે નાસ્તો કરીને જોડીમાં રમવાનું હતું : તે માટે પૂરતી સંખ્યા થઈ ગઈ .